TV એક્ટ્રેસે ખુદની સાથે લગ્ન કર્યા, કહ્યું- ‘મારે મર્દોની જરૂર નથી..’

Brush Stroke

અગાઉ ગુજરાતની ક્ષમા બિંદુએ ખુદની સાથે લગ્ન કર્યા હતા

કનિષ્કા સોનીએ સિંદૂર અને મંગળસુત્ર સાથેનો ફોટો શેર કર્યો હું જેને પ્રેમ કરુ છુ, તે હું પોતે જ છુ: કનિષ્કા સોની

થોડા સમય પહેલા સમાચાર સામે આવ્યા હતા કે, ગુજરાતમાં રહેતી ક્ષમા બિન્દુ નામની યુવતીએ પોતાની જાત સાથે લગ્ન કર્યા અને તે પોતાના આ પગલાંથી ખુશ પણ છે.

હવે ટીવી જગતની જાણીતી અભિનેત્રીએ પણ ખુદની સાથે લગ્ન કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. જે બાદ સોલોગૈમી ફરીથી ચર્ચામાં આવી ગયું છે.

આ અભિનેત્રી બીજુ કોઈ નહીં, પરંતુ દિયા ઔર બાતી, પવિત્ર રિશ્તા ફેઈમ કનિષ્કા સોની છે, જેણે સોશિયલ મીડિયા પર સિંદૂર અને મંગળસુત્ર પહેરેલો ફોટો પોસ્ટ કર્યો છે.

આ ફોટોના કેપ્શનમાં લખ્યું છે કે, ખુદની સાથે લગ્ન કરી લીધા છે, કારણ કે હું મારા દર પર મારા સપના પૂરા કરું છુ. હું જેને પ્રેમ કરુ છુ, તે હું પોતે જ છુ. મને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે તો હું આપને જણાવી દઉ કે, મને ક્યારેય કોઈ પુરુષની જરૂર નથી પડી.

જણાવી દઈએ કે, કનિષ્કા અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર અને વીડિયો શેર કરતી રહે છે.

તેના ફૉલોઅર્સ પણ મોટી સંખ્યામાં છે. કનિષ્કાના સેલ્ફ મેરેજ વિશે જાણીને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. કેટલાક ફેન્સ તેને શુભકામના પાઠવી રહ્યાં છે.