ટૂંક સમયમાં જ BGMI અને ટિકટોક ભારતમાં પરત ફરશે

BGMIએ ગત જુલાઈમાં જ પોતાની પહેલી એનિવર્સરી પર એવું જણાવ્યું હતું કે BGMI તેના રજિસ્ટર્ડ યૂઝર્સની સંખ્યા 10 કરોડ કરતાં પણ વધુ પાર થઇ ગઇ છે.

જુલાઇ માસમાં જ એક સરકારી આદેશ પ્રમાણે ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી હટાવી દેવામાં આવી હતી.

આ તરફ Skyesportsના સીઇઓ અને સંસ્થાપક શિવ નંદીએ દાવો કર્યો હતો કે આ એક અસ્થાયી બૅન હતો. તેમજ તેમણે જણાવ્યું હતું કે ડેવલપર ક્રાફ્ટનને સરકાર દ્વારા એક સપ્તાહ પહેલાં જ સૂચવવામાં આવ્યું હતું.

જ્યારે એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે નંદીએ ઇન્સ્ટાગ્રામ દ્વારા એક નિવેદન આપીને ખુલાસો કર્યો હતો.

BGMI હટાવવાનો પ્લાન પાંચ મહિનાથી બનતો હતો તેમજ પ્રતિબંધ અસરકારક હોવાથી એક સપ્તાહ પહેલાં જ સરકાર દ્વારા ક્રાફ્ટનને કથિત રીતે સૂચવવામાં આવ્યું હતું.

તેમણે BGMIના ફેન્સને એે પણ આશ્વાસન આપ્યું છે કે સરકારે ગેમને બૅન કરવા માટે વચગાળાનો હુકમ પસાર કર્યો છે, BGMIને ભારતમાં સંપૂર્ણપણે બૅન નથી કરવામાં આવી તેમજ તેમણે વધુમાં એવો સંકેત પણ આપ્યો હતો કે ખૂબ જ જલદીથી ટિકટોક પણ ભારતમાં પરત ફરશે.