યુક્રેન અંદાજિત ત્રીજા વિશ્વ યુધ્ધનું ઉદ્ભવ બિંદુ

Join Whatsapp Group Join Now

યુક્રેન અંદાજિત ત્રીજા વિશ્વ યુધ્ધનું ઉદ્ભવ બિંદુ : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એડોલ્ફ હિટલરનું ઉપર્યુક્ત વિધાન સ્પષ્ટરૂપે તેની સેનાને કહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. તાજેતરમાં 24 ફેબ્રુઆરી, 2022ના રોજ રશિયાએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય ઓપરેશનના આદેશ આપ્યા હતા. રશિયન સેના યુદ્ધનને ઘણા દિવસોથી ઘેરી રહી હતી. ઉત્તરમાં બેલારુસ તો દક્ષિણમાં બ્લેક સી તથા પૂર્વમાંથી ખુદ રશિયાની બોર્ડર સ્પર્શ થતી હોવાથી યુક્રેન ત્રણેય બાજુએથી લશ્કરી સૈન્ય ઓપરેશનનો સામનો કરી રહ્યું છે. ત્યારે એક પ્રશ્ન ચોક્કસ થાય કે શું યુક્રેન ત્રીજા, વિશ્વ યુદ્ધનું ઉદ્ભવ બિંદુ બનશે ?

યુક્રેનની રાજધાની કીવ એ રશિયન ઉત્પત્તિનું કેન્દ્રબિંદુ છે. હજારો વર્ષો પહેલાં કીવમાંથી જ રશિયન સંસ્કૃતિનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે, યુક્રેન પણ તત્કાલીન USSR (યુનિયન ઓફ સોવિયત સોશિયાલિસ્ટ રિપબ્લિકસ)નો ભાગ હતું. વર્ષ 1991માં સોવિયત સંઘનું વિઘટન થતાં યુકેનનો વર્ષ 1991માં જ એક નવા ઓઝાદ દેશ તરીકે જન્મ થયો. યુક્રેનની પૂર્વમાં રશિયા સાથે સહાનુભૂતિ ધરાવતા તથા રશિયન ભાષા બોલનારા લોકો વસે છે જ્યારે પશ્ચિમ યુક્રેનમાં યુરોપ તરફ સહાનુભૂતિ ધરાવતા યુક્રેનિયન વસવાટ કરે છે. વર્ષ 1991માં જ્યારે સોવિયત સંઘનું વિઘટન થયું ત્યારે USSRના અંદાજિત 3000 પરમાણુ બોમ્બ યુક્રેનમાં તૈનાત હતા જે બોમ્બ બુડાપેસ્ટ સમજૂતી અંતર્ગત યુક્રેને રશિયાને આપ્યા હતા.

યુક્રેન-રશિયા વર્તમાન વિવાદનું કારણ

યુક્રેન-રશિયા વિવાદનું વર્તમાન કારણ છે NATO (North Atlantic Treaty Organization). NATO એક આંતરસરકારી સૈન્ય સહયોગાત્મક સંગઠન છે. જેની સ્થાપના 4 એપ્રિલ, 1949માં બીજા વિશ્વ યુદ્ધ બાદ કરવામાં આવી હતી. જેમાં 28 જેટલા યુરોપિયન દેશો અને બે ઉત્તર અમેરિકી દેશો અમેરિકા અને કેનેડાનો સમાવેશ થાય છે. જેનું વડુમથક બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં આવેલું છે. NATOની સ્થાપના પાછળનો એક મુખ્ય ઉદેશ તમામ સભ્ય દેશોને સૈન્ય સહયોગ કરવાનો છે. એટલે કે કોઈપણ એક સભ્ય દેશ પર કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવે, તો NATOના તમામ સભ્ય દેશો પર હુમલો થયો છે તેવું માનવામાં આવશે. જેથી NATOની સંયુક્ત સેના જે-તે સભ્ય દેશ તરફથી લડશે. વર્ષ 2019માં યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે વોલોદિમીર ઝેલેન્કી સત્તારૂઢ થયા, જેઓ અમેરિકા તથા NATO તરફ ઝુકાવ ધરાવે છે, તેઓએ સત્તારૂઢ થયા બાદ યુક્રેનને NATOનું સભ્ય બનાવવા હિલચાલ તેજ કરી હતી, તેમના આ પગલાંથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ખફા છે, રાષ્ટ્રપતિ પુતિન ઈચ્છી રહ્યા છે કે યુક્રેન NATOનો ભાગ ન બને તથા NATOએ રશિયન સરહદે જે સૈન્ય સંરામ ગોઠવ્યો છે તે પરત કરે તથા NATOનો વિસ્તાર સીમિત કરે, આ પ્રકારની માંગણીઓ રાષ્ટ્રપતિ પુતિને NATO તથા યુક્રેન સમક્ષ રાખી હતી, કારણ કે જો યુક્રેન NATOનો સભ્ય દેશ બને તો NATO અને અમેરિકાના સૈન્ય સંરજામો યુક્રેનમાં ગોઠવાય, જે રશિયાની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે ખતરો ઊભો કરે, જે કારણોસર તાજેતરમાં રશિયાએ યુક્રેન પર સૈન્ય ઓપરેશન શરૂ કર્યું.

અમેરિકા તથા યુરોપિયન દેશોની ભૂમિકા

રશિયા-યુકેન વિવાદનું એક કારણ USA અને યુરોપિયન દેશો ગણી શકાય. કારણ કે યુકેનને NATOનું સભ્ય બનાવવાના આશ્વાસન સાથે યુદ્ધમાં ધકેલી દીધું અને જયારે યુક્રેનને સૈન્ય સહાયની જરૂરિયાત ઊભી થઈ ત્યારે રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા અને UNમાં નિંદા પ્રસ્તાવ પારિત કર્યો. જેમાં પણ રશિયાએ Vete પાવરનો ઉપયોગ કર્યો. આ આર્થિક પ્રતિબંધોથી રશિયાને ખાસ ફરક પડે તેવું પ્રતીત થતું નથી, પરંતુ SWIFT (સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાઈનાન્ટિાયલ ટેલિકમ્યુનિકેશન)માંથી રશિયાને હટાવવું, તે રશિયા પર આર્થિક પ્રતિબંધોમાં ‘બ્રહ્માસ્ત્ર’ છે. પરંતુ રશિયા જયારે યુકેન પર હુમલાની તૈયારી કરી રહ્યું હતું. સરહદે એક લાખથી વધુ સૈનિકો મોકલ્યા હતા, તે સમયે ‘કહેવાતા જગત જમાદાર’ અમેરિકા તથા યુરોપિયન દેશોએ યોગ્ય પગલાં લીધા હોત, તો કદાચ સ્થિતિ અલગ દેશ્યમાન હોત. આમ અમેરિકાની ‘બેધારી તલવાર’ની નીતિએ ફરી એક વખત વિશ્વની શાંતિને ઠેસ પહોંચાડી છે. જે સાબિત કરે છે કે અમેરિકા માત્ર અમેરિકા’નું વિચારનારો દેશ છે કે નહિ કે વિશ્વનું.

ભારતનું વલણ

યુક્રેન-રશિયા સંઘર્ષ ભારત માટે એક ફૂટનીતિક પડકારનો સમય છે. એક તરફ અમેરિકા (UNSCમાં રશિયા વિરુદ્ધ વોટ કરવા ભારત પર દબાણ બનાવી રહ્યું છે, ત્યારે ભારતે રશિયા સાથે સંતુલન સાધવું પણ ખૂબ જરૂરી છે. કારણ કે રશિયા ભારતનું સૌથી જૂનું અને વિશ્વાસપાત્ર મિત્ર છે. વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે જયારે અમેરિકા અને બ્રિટેને તેના જહાજો અનુક્રમે બંગાળની ખાડી અને અરબ સાગર તરફ મોકલ્યા ત્યારે રશિયાએ તે મહાસત્તાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, ‘ભારત પર થનારો હુમલો રશિયા પરનો હુમલો માનવામાં આવશે. રશિયાના આ પગલાંથી અમેરિકા પરત ફર્યું હતું અને ભારતે વર્ષ 1971નો જંગ જીતી એક નવા લોકતાંત્રિક દેશ બાંગ્લાદેશને જન્મ આપ્યો હતો. ભારતનું રેશિયા ત૨ફનું વલણ જોવા પાછળનું બીજું કારણ ભારતીય સુરક્ષા છે. કારણ કે ભારત પાસે રહેલા શસ્ત્રો પૈકીના 70% શસ્ત્રો રશિયન છે. સંરક્ષણ ક્ષેત્રે ભારત અને રશિયા વચ્ચે એક મજબૂત સંયોગ છે. જયારે રશિયા અમેરિકા કરતા પણ વધુ વિશ્વાસપાત્ર મિત્ર છે. આમ, ભારત- રશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધો તથા સહાયોગના આધારે ભારતનું રેશિયા તરફી વલણ ભારતીય કૂટનીતિનો એક મહત્ત્વનો ભાગ છે.

સારાંશ

‘તમારું સાણ પવિત્ર હોવું જોઈએ, પરંતુ તે મેળવવા માટેનું સાધન તેનાથી પણ વધુ પવિત્ર હોવું જોઈએ.’ – મો. ક. ગાંધી

મહાત્મા ગાંધીનું ઉપર્યુક્ત વિધાન વર્તમાન પરિપ્રેક્ષ્યમાં રહેલી સમસ્યાનું સમાધાન છે. જ્યાં સુધી વિશ્વ મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને માર્ટિન લ્યુથર કિંગના વિચારો અને સિદ્ધાંતોનો અમલ કરશે નહિ, ત્યાં સુધી વિશ્વમાં શાંતિ સ્થાપવી કદાચિત અશક્ય છે. કારણ કે હિંસા એ કોઈપણ સમસ્યાનું સમાધાનું નથી. જે આ બાબત વિશ્વના તમામ નેતાઓ સમજે તો તમામ ‘ગોળીખો’, દારૂગોળા અને પરમાણુ બોમ્બ તિજોરીમાં સચવાયેલા જ રહેશે તેમાં કોઈ બેમત નથી.

Leave a Comment