આ આર્ટીકલમાં ગુજરાતી વ્યાકરણનુ ખુબજ ઉપયોગી ટોપીક એટલે સમાસ આજે સમાસ શુ છે? સમાસ એટલે શું ? સમાસનો અર્થ સમાસના પ્રકાર સમાસ વિગ્રહ વિશે સિખીશું તે ઉપરાંત સમાસના ઉદાહરણ પણ જોઇશું.
સમાસનો અર્થ :
- જુદા-જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દ બને છે તેને સમાસ કહે છે.
- નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે. શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે.
- સમાસ = સમ્ + આસ જેમાં ‘સમ્’ એટલે સરખું અને ‘આસ’ એટલે ગોઠવણી. પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ.
સમાસ વિગ્રહ :
- સામાસિક પદ બે પદોનું બનેલું હોય, ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે. જે સામાસિક પદમાં બેથી વધુ પદો હોય તેમાં પહેલા પદ (પૂર્વપદ) અને છેલ્લા પદ (ઉત્તરપદ) ની વચ્ચેનાં પદ મધ્યમપદ કહેવાય.
- સમાસનાં બને કે (બે થી વધુ હોય ત્યારે) બધાંય પદોને એમની વચ્ચેનો | અને એમનો વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટાં પાડવાની ! ક્રિયાને વિગ્રહ કહે છે.
- સમાસનો વિગ્રહ કરતી વખતે તેનાં પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભૂક્તિના અનુગ (પ્રત્યય) મૂકવામાં આવે છે અથવા સંબંધવાચક પદો મૂકીને એ સમાસનો પ્રકાર દર્શાવવામાં આવે છે.
સમાસનાં પ્રકાર :
- સમાસનાં કુલ ૮ પ્રકાર છે. જેમાથી આજે આપણે ૭ પ્રકાર જોઇશું, સમાસના પ્રકાર નીચે મુજબ છે.
- દ્રિગુ
- દ્રન્દ્ર સમાસ
- ત્તપુરુષ સમાસ
- મધ્યમપદલોપી સમાસ
- ઉપપદ સમાસ
- કર્મધારય સમાસ
- બહુવ્રીહિ સમાસ
- અવ્યયીભાવ સમાસ
સમાસના પ્રકારોની વિસ્તૃત સમજ :
૧ ) દ્રન્દ્ર સમાસ :
- વ્યાખ્યા : જે સમાસમાં જુદા-જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખુ મહત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય કે વિકલ્પનો એટલે કે ‘અને’ અથવા ‘કે’ નો સંબંધ હોય તેને દ્રંદ્ર સમાસ કહે છે.
અન્ય ઉદાહરણ :
ત્રણચાર = ત્રણ કે ચાર
માતાપિતા = માતા અને પિતા
આબોહવા = આભ અને હવા
વેરઝેર = વેર અને ઝેર
૨) તત્પુરુષ સમાસ :
- જે સમાસમાં પ્રથમ શબ્દ (પૂર્વપદ) પછીના શબ્દ (ઉત્તરપદ) સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેને તત્પુરુષ સમાસ કહે છે.
- સમાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તરપદ પ્રધાન અને પૂર્વપદ ગૌણ હોય છે. એટલે કે પૂર્વપદ કરતાંં ઉત્તરપદ વધારે મહત્વનું હોય છે.
ક્રમ | વિભક્તિઓ | કારક | પ્રત્યય | ઉદાહરણ (વિગ્રહ સાથે) |
---|---|---|---|---|
૧. | પ્રથમા | કર્તા | ૦, એ | – |
૨. | દ્રિતીયા | કર્મ | ૦, ને | પ્રેમવશ – પ્રેમને વશ |
૩. | તૃતીયા | કરણ | થી, થકી, વડે | યોગયુક્ત – યોગથી યુક્ત |
૪. | ચતુર્થી | સંપ્રદાન | માટે, વાસ્તે, કાજે, સારૂં | દેશદાઝ – દેશ માટે દાઝ |
૫. | પંચમી | અપાદાન | માથી, અંદરથી, ઉપરથી | ચિંતામુક્ત – ચિંતામાંથી મુક્ત |
૬. | ષષ્ઠી | સંબંધ | નો, ની, નું, ના | બાહુબળ – બાહુનું બળ |
૭. | સપ્તમી | અધિકરણ | માં, અંદર, ઉપર | વનવાસ – વનમાં વાસ |
૮. | અષ્ટમી | સંબોધન | હે, અરે | – |
૩) મધ્યમપદલોપી સમાસ :
- તપુરુષ સમાસમાં વિભક્તિનો પ્રત્યય લોપ પામ્યો હોય છે, જ્યારે આ પ્રકારના સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે રહેલું ‘મધ્યમ પદ’ લોપ પામેલું હોય છે. વિગ્રહ કરતી વખતે મધ્યમપદ ઉમેરીએ તો જ તેનો અર્થ બરાબર સમજાય છે.
દા.ત. :
આગગાડી = આગ વડે ચાલતી ગાડી
ઘોડાગાડી = ઘોડા વડે ચાલતી ગાડી
દીવાદાંડી = દીવો બતાવતી દાંડી
આરામખુરશી = આરામ કરવા માટેની ખુરશી
દવાખાનું = દવા માટેનું ખાનું
દીવાસળી = દીવો પેટાવનારી સળી
૪) ઉપપદ સમાસ :
- પૂર્વપદ અને ઉત્તરપદ સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય છે, પણ ઉત્તર પદ ક્રિયાપદ પરથી બનેલો શબ્દ હોય છે , ક્રિયાધાતુ હોય છે.
દા.ત. :
નીરજ = નીરમાં જન્મનાર
પાપડતોડ = પાપડને તોડનાર
પગરખું = પગનું રક્ષણ કરનાર
ગ્રંથકાર = ગ્રંથનો કરનાર
ગૃહસ્થ = ગૃહમાં રહેનાર
આનંદજનક = આનંદને જન્માવનાર
૫) કર્મધારય સમાસ :
- તત્પરુષ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચે બીજીથી સક્ષમી વિભક્તિ સુધીના સંબંધ હોય છે. જ્યારે કર્મધારય સમાસમાં બંને પદો પહેલી વિભક્તિના સંબંધથી જોડાયેલાં હોય છે. તેમાં એક પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે. અથવા બંને પદ વિશેષણ હોય છે.
દા.ત. :
મહાદેવ = મહાન એવા દેવ
મહોત્સવ = નેહીન ઉત્સવ
કાજળકાળી = કાજળ જેવી કાળી
નરસિંહ = સિંહ જેવો નર
દેહલતા = દેહ રૂપી લતા
જ્ઞાનસાગર = જ્ઞાનરૂપી સાગર
પરદેશ = પર (બીજો) દેશ
૬) અવ્યયીભાવ સમાસ :
- જે સમાસ અવ્યય અથવા ક્રિયાવિશેષણ તરીકે વપરાયો હોય તેને અવ્યયીભાવે સમાસ કહે છે. પૂર્વપદ અવ્યય પર યથા, પ્રતિ વગેરે હોય અથવા તો આખો સમાસ અવ્યય તરીકે વપરાતો હોય તેવા સમાસને અવ્યયીભાવે કહે છે.
દા.ત. :
યથાશક્તિ = યથાશક્તિ પ્રમાણે
ચોતરફ = ચારે તરફ
આબાલવૃદ્ધ = બાળકથી માંડી વૃદ્ધ સુધી
યથાબુદ્ધિ = બુદ્ધિ પ્રમાણે
પ્રતિદિન = પ્રત્યેક દિને
યથાર્થ = યોગ્ય રીતે
રાતોરાત = રાતે ને રાતે
૭) બહુવ્રીહિ સમાસ :
- કર્મધારય સમાસની જેમ બહુવ્રીહિ સમાસમાં પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. છતાં આ બંને પ્રકારના સમાસ વચ્ચે એક તફાવત છે. કર્મધારય સમાસમાં બંને પદો. વચ્ચે પહેલી વિભક્તિનો સંબંધ હોય છે જ્યારે બહુવ્રીહિ સમાસમાં બંને પદો વચ્ચે પહેલી સિવાયની. વિભક્તિનો સંબંધ હોય છે.
- બહુવીહિ સમાસનો વિગ્રહ કરતી વખતે જેને, જેમને, જેનાં, જેમનાં, જેમાં, જેમનામાં વગેરે ‘જે સર્વનામના રૂપો વપરાય છે.
- બહુવ્રીહિ સમાસના બંને પદો વચ્ચે વિશેષણ – વિશેષ્યનો સંબંધ, ઉપમાન – ઉપમેયનો સંબંધ હોય છે.
દા.ત. :
ગજાનન = ગજના જેવું આનન (મુખ) જેનું છે તે
ધર્મનિષ્ઠ = ધર્મમાં જેમની નિષ્ઠા છે એવો
હતાશ = જેની આશા હત (ખતમ) થઈ છે તેવો
એકચિત્ત = એક છે ચિત્ત જેમનું તે
નકામું = નથી કામ જેનું તે
ચોપગું = ચાર છે પગ જેના તે
મુશળધાર = મુશળ જેવી છે ધાર જેની તે