ગુજરાતનો પ્રાગ-આદ્ય ઐતિહાસિક કાળ

Join Whatsapp Group Join Now

ગુજરાતનો પ્રાગ-આદ્ય ઐતિહાસિકકાળ : ભારતીય ઉપમહાદ્વીપમાં આશરે 20 લાખ વર્ષ પહેલાની વસતીના પુરાવાઓ ઉપલબ્ધ ઓજારો અને હથિયારો આવે છે. પાષાણકાલીન માનવજીવનને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

1. આદિ પાષાણકાળ

2. મધ્ય પાષાણકાળ

3. નૂતન પાષાણકાળ

 • પ્રારંભિક માનવી શિકારી અવસ્થામાં હતો ત્યારબાદ અન સંગ્રાહક બન્યો અને છેવટે અન ઉત્પાદક તરીકે વિકસિત થયો. અરસ-પરસ સંવાદ માટે ભાષા કે સંકેતોનો ઉપયોગ કરતો થયો. અગ્નિ, ચક્ર, ખેતી અને પશુપાલન કરતાં કરતાં તેણે સ્થાયી જીવનની શરૂઆત કરી.
 • ભારતીય ઈતિહાસ લેખનની પરંપરાનો પ્રારંભ પુરાણોથી થયેલો જોવા મળે છે. જેના સંકલનકાર લોમશ ઋષિ અને ઉગ્રશ્રવાને ગણવામાં આવે છે.
 • ઈતિહાસકારો ઈતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચે છે : 1. લેખિત સાધ 2. અલખિત સાધનો
  1. લેખિત સાધનો
 • લેખિત સાધનોમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય, સિક્કાઓ-શિલાલેખો, અભિ અને વિદેશી પ્રવાસીઓની નોંધો ગણી શકાય છે.
  2. અલેખિત સાધનો
 • સિંધુ સભ્યતાના કેન્દ્રો પરથી મળી આવેલા અલેખિત પુરાતાત્વિક સાધનો જેવા કે સ્મારકો, ભવનો, પકવેલ માટીના સાધનો, ગુફાચિત્રો અને મૂર્તિઓ વગેરે ઐતિહાસિક તથ્યોની તારવણી માટે મહત્વપૂર્ણ છે.
 • ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ મદઅંશે અનુશ્રુતિઓ પર આધારિત છે.

ભૂસ્તરવિદોના સંશોધનો મુજબ કાળ

પુરાતત્વવિદોના સંશોધનો દ્વારા પ્રાગ ઐતિહાસિક યુગના ગુજરાતની ધરતીના અનેક સ્તરોની માહિતી મળી આવે છે. આ સ્તરને “ધારવાડ ભૂસ્તર’ તરીકે ઓળખવામાં આવે આ ધારવડ ભૂસ્તર બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને વડોદરામાં આવેલું જોવા મળે છે.

 • આ યુગમાં જીવસૃષ્ટિની ઉત્પત્તિ થઈ ન હતી તેથી આ યુગને ‘અજવમય યુગ’ કહેવામાં આવે છે. સમયાંતરે ધરતી પર જીવસૃષ્ટિનો સંચાર થયો અને ચાર યુગમાં વિભાજીત કરવામાં આવ્યાં જેને ‘માનવ જીવમય યુગ’ કહે છે.
  1. પ્રાચીન જીવમય યુગ
 • અજીવમય યુગ પછીના પ્રથમ યુગને ‘પ્રાચીન જીવમય યુગ’ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગના દિલ્હી વિભાગ તરીકે ઓળખાતા સ્તર ગુજરાતમાં દાંતા, પાલનપુર અને ઈડરની આસપાસ આવેલા છે.
  2. મધ્ય જીવમય યુગ
 • આ યુગમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ ભારત આફ્રિકા જોડાયેલા હતા અને યુરેશિયન મહાસાગરમાં ઉત્તર ભારતની મોટાભાગની જમીન ડૂબેલી હતી ત્યારે આ ભૂ-ભાગને ‘ગોંડવાના ખંડ’ તરીકે ઓળખવામાં આવતો હતો.
 • આ યુગમાં કચ્છ, ધાંગધ્રા, વઢવાણ વગેરે સ્થળોએથી વનસ્પતિઓ અને પ્રાણીઓના અશ્મિભૂત અવશેષો મળી આવ્યા છે.
  3. નૂતન જીવમય યુગ
 • આ યુગમાં માનવીનો જન્મ થયો. જેનો સાત હમયુગો દરમિયાન ઉત્તરોત્તર વિકાસ થયો.
 • આ યુગમાં જમીનમાંથી નીકળેલ લાવા સપાટ સ્તરો પર પથરાયા જેનાથી ડેક્કન ટ્રેપ’ની રચના થઈ. જેના ઉદાહરણો આ સમયના ગુજરાતના ગીરનાર અ પાવાગઢમાં જોવા મળે છે. આ સ્તરમાં અકીક અને તેલના ખનિજો જોવા મળે છે.
 • સસ્તન પ્રાણીઓનો વિકાસ આ યુગમાં થયો હોવાનું મનાય છે.
  4. માનવ જીવમચ યુગ
 • માનવ જીવમય યુગને ‘હીમયુગ’ પણ કહેવાય છે. આ યુગ દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં રહેલી ઠંડી આબોહવાનું પરિવર્તન ગરમ આબોહવામાં થયું.
 • આ યુગના મુખ્ય લક્ષણોમાં ગુજરાતની કાળી જમીન, અર્વાચીન નદીઓના કાંપ અને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા અખાતોના પુરાણ વગેરેનો સમાવેશ થાય છે.
 • ગુજરાતના બીજા હીમયુગમાં માનવકૃત ઓજારોના જૂનામાં જૂના નમૂના જોવા મળે છે.

પ્રાચીન અવશેષોની શોધખોળ

પ્રાચીન ભારતને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે.

પ્રાચીન ઇતિહાસ

ઐતિહાસિક કાળ (Prehistoric Age)

પ્રાગુ ઐતિહાસિક કાળને ત્રણ ભાગો પ્રાચીન પાષાણયુગ, મધ્ય પાષાશ્રયુગ તથા નૂતન પાષાણયુગમાં વહેંચવામાં આવે છે. આ કાળમાં ભાષા કે લિપિની શોધ થઈ ન હતી.

પ્રાચીન પાષાણયુગ (Paleolithic Age)

 • આ યુગમાં અગ્નિની શોધ થઈ હોવાથી આ યુગને ‘અશ્વયુગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું સૌ પ્રથમ સંશોધન ઈ.સ. 1893માં ભૂસ્તરશાસ્ત્રી રોબર્ટ બ્રુસફૂટ દ્વારા મહેસાણા જિલ્લામાં સાબરમતીને તટે આવેલ કોટ અને પેઢામલી (વિજાપુર)પાસેથી કરવામાં આવ્યું હતું.
 • આ યુગમાં માનવી પથ્થરો અને હાડકાંમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો અને તેના દ્વારા શિકાર કરતો તેમજ ભટકતું જીવન ગાળતો. તેથી આ યુગને પ્રાચીન પાષાણયુગ કહેવામાં આવે છે. આ યુગમાં માનવી ખોરાક એકઠો કરનાર બન્યો.
 • ઈતિહાસકારોના મત મુજબ, આદિમાનવ ગુજરાતમાં આફ્રિકાના પૂર્વ કિનારેથી આવ્યો હતો.

મધ્ય પાષાણયુગ (Mesolithic Age)

 • આ યુગમાં માનવી ચામડા અને વૃક્ષની છાલના વસ્ત્રો (વલકલ) પહેરતો થયો તેમજ પશુપાલનની શરૂઆત કરી, શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરતો થયો. વધુ સારા અને નાના ઓજારો વડે દૂરથી જ શિકાર કરતો હતો. આ નાના ઓજારોને માઈક્રોલીય (Microlish) કહેવાય છે.
 • આ યુગમાં માનવી પકવેલી માટીના લાલ અને કાળા રંગના વાસણો વાપરતો થયો.
 • એચ. ડી. સાંકળીયા દ્વારા ગુજરાતના લાંઘણજ ખાતે આ સમયના માનવ કંકાલ શોધાયા છે.

નૂતન પાષાણયુગ (Neolithic Age)

 • આ યુગમાં માનવી ખેતીમાં પ્રવૃત્ત થયો. પૈડાની શોધ થતાં તેનું આવા-ગમન સરળ થયું વળી આ યુગના અંત ભાગમાં તાંબાની શોધ થઈ.
 • આ યુગમાં માનવીએ સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરી. આ યુગમાં લિપિની શોધ થઈ ન હતી પરંતુ કૃષિ અને પશુપાલનની શોધ થઈ હતી.
 • આ યુગનો માનવી અગ્નિ અને વરૂણદેવની પૂજા કરતો તેમજ સૂર્ય અને ચંદ્રને આરાધ્ય દેવ માનતો હતો. આ સમયના ઓજારો ગુજરાતના લાંઘણજ, સુરત-તાપી તથા ડાંગમાંથી મળી આવ્યાં છે.

આદ્ય ઐઢિહાસિક કાળ(Proto Historic Age)

આ યુગને તામ્ર પાષાણ યુગ પણ કહે છે. આ કાળમાં ભાષા અને લિપિની શોધ થઈ પરંતુ ઉકેલી શકાતી નથી.

 • આ યુગમાં સોનું, ચાંદી જેવી કિંમતી ધાતુઓની શોધ થઈ. સૌપ્રથમ તાંબુ, કાંસુ ત્યારબાદ લોખંડની શોધ થઈ. તેથી આ યુગને ‘તાયુગ’, ‘કાંસ્યયુગ’ તેમજ ‘તામ્ર-પાષાણ યુગ’ તરીકે પણ ઓખળવામાં આવે છે.
 • આ યુગમાં માનવીએ સ્થાયી જીવન જીવવા માટે નગરો વિકસાવ્યા તેમજ ખેતી અને ભોજન માટે અનાજનો ઉપયોગ કરતો થયો.
 • આદ્ય ઐતિહાસિક કાળ (સિંધુખીણ સંસ્કૃતિ)નું મહત્વપૂર્ણ કેન્દ્ર લોથલ અમદાવાદ જિલ્લામાંથી અને ધોળાવીરા કચ્છ જિલ્લામાંથી મળી આવ્યા છે.