ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – ગુજરાતની ચિત્રકલા

Join Whatsapp Group Join Now

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – ગુજરાતની ચિત્રકલા Gujarat No Sanskrutik Varso Chitrakala : ચિત્રકળાનો પ્રારંભ પ્રાચીન સમયથી થયો હોવાનું માનવામાં આવે છે. ભીમબેટકાની ગુફામાં શિકાર કરતાં મનુષ્યનાં દ્રષ્યો પરથી કહી શકાય કે ચિત્રએ માનવજાતનું મહત્વનું અંગ હતું. ભારતના અંજટા, ઈલોરા, એલિફંટા વગેરેમાં વિશેષ પ્રકારની ભીંતી ચિત્ર જોવા મળે છે. ચિત્રોમાં મુખ્યત્વે રીતે માનવજીવન સાથે સંકળાયેલ ખેતીના પાકની વાવણી કે વરણી, લગ્ન ઉત્સવ, શિકાર, સામાજિક પ્રસંગોનું વર્ણન કરતા ચિત્રો જોવા મળે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં પ્રસંગોને અનુરૂપ ચિત્રકળાનો વિકાસ થયો છે. ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી સમુદાય દ્વારા ચિત્રકળાનો વિકાસ થયેલો જોવા મળે છે.

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો – ગુજરાતની ચિત્રકલા Gujarat No Sanskrutik Varso Chitrakala

તાડપત્ર પરના ચિત્રો

 • ગુજરાતમાં તાડપત્ર પરની ચિત્રકલા 14મી સદી સુધી ચાલુ રહી.
 • ગુજરાતમાં મુસ્લિમ શાસનકાળમાં કાગળ પરના લખાણનો પ્રારંભ થયો.
 • તાડપત્રનો ઉલ્લેખ સંવત 1182ની નિશીથ ચૂર્ણ નામના ગ્રંથમાં છે.
 • તાડપત્રના ઘણા પુરાવા ભરૂચ, પાટણ, અમદાવાદ, ખંભાતના જૈન ભંડારોમાં સંગ્રહિત છે.
 • પ્રાચીનકાળની ચિત્રકળાના અવશેષો ભાવનગરના ચમારડી ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાપ્ત થયા છે.
 • સિંધુ સભ્યતાના ગુજરાતના સ્થળ લોથલમાંથી ગુજરાતની લોકકળાના પ્રાથમિક સંકેત મળે છે.જેથી લોથલને ‘ગુજરાતની
  લોકકળાની જનેતા’ કહેવાય છે.
 • મધ્યપાષાણ યુગમાં માનવી ગુફામાં સ્થાયી થાય છે અને ગુફચિત્રોની શરૂઆત કરે છે. જેમ કે, ભીમબેટકાના ગુફાચિત્રો,
  અજન્ટાના ગુફાચિત્રો, ઈલોરાના ગુફાચિત્રો વગેરે
 • મુઘલ બાદશાહ જહાંગીર ચિત્રકળાનો શોખીન હતો. અકબરે ચિત્રકળાનો અલગ વિભાગ શરૂ કરાવ્યો હતો.
 • અંગ્રેજોના સમયમાં આધુનિક ચિત્રકળાની શરૂઆત થઈ જેમાં કૃત્રિમ રંગોનો ઉપયોગ કરવામાં આવતો.

ભીંતચિત્રો

 • ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતકાળમાં ભીંતચિત્રોના પુરાવા મળતા નથી કારણ કે ઈસ્લામ સાકાર ઈશ્વરને માનતો નથી.
 • 17મી સદીથી ગુજરાતમાં હવેલીઓ, જૈનાલયો, દેવાલયો તેમજ મહેલોમાં ભીંતચિત્રોની શરૂઆત થઈ.
 • 17-18મી સદી દરમિયાન દોરાયેલ ભીંતચિત્રોમાં રાજસ્થાની તેમજ મુસ્લિમ શૈલીની અસર જોવા છે.
 • ભીંતચિત્રો ખેડા જિલ્લાના ત્રઢપેસ્વરના સમાધિ મંદિરો, જામનગરના લાખોટા મંદિર
 • મંદિરોના નવનિર્માણ કાર્યમાં ભીંતચિત્રો અદ્રશ્ય થતાં જણાય છે જો કે અમદાવાદના પોળના જૂના મકાનોમાં ભીંતચિત્રોની ઝલક જોવા મળે છે.
 • શ્રી રવિશંકર રાવળે ભીંતચિત્રોની શૈલીને ‘શિલાવત’ કે ‘સલાટી શૈલી’ તરીકે ઓળખાવી છે.
 • દેશી કલમનાં ચિત્રોમાં કચ્છી કમાંગરી અને સૌરાષ્ટ્રની સલાટી શૈલીની અસર વિશેષરૂપે જોવા મળે છે.
 • સ્થાનિક ભીંતચિત્રોથી પ્રભાવિત કૃતિઓના વિષય વસ્તુમાં ઠાકોરો, નાના રાજાઓ, સરદારો અને પૌરાણિક કથાઓનું આલેખન જોવા મળે છે. જયારે વ્યકિતચિત્રોના આલેખનમાં પ્રણાલિગત પોથી ચિત્રો અથવા મિનિએચર ચિત્રોમાં જોવા મળે છે. તે ઢબે ઊભેલી વ્યકિતની સંપૂર્ણ શરીર આકૃતિ જોવા મળે છે.

કચ્છી કામણગારી ચિત્રકલા

 • કામણગારી ભીંતચિત્રો અથવા દિવાલ પેઈન્ટિંગ એકવાર કચ્છમાં એક સમૃદ્ધ કલા સ્વરૂપ હતું. જે સમૃદ્ધ લોકોના મહેલો અને ઘરોને શણગારે છે. રામાયણ અથવા કૃષ્ણ લીલાના દ્રશ્યો સાથે મુખ્યત્વે પૌરાણિક પ્રસંગોને દિવાલ પર ચિતરવામાં આવતા. આ ઉપરાંત લયબદ્ધ રેખાઓ, કચ્છ વિસ્તારના ફૂલ-છોડ, શિકાર, મલ્લયુદ્ધ, વિવિધ પ્રાણીઓ સ્વરૂપે ચિત્રોને દોરવામાં આવતા.
 • 18મી સદીમાં પ્રચલિત થયેલી આ ચિત્રકળા ખાસ કરીને સૌપ્રથમ નવું ઘર બનાવતી વખતે દિવાલો પર જ્યાં સુધી ચિત્ર દોરવામાં ન આવે ત્યાં સુધી ગૃહપ્રવેશ ન કરતા.
 • કામણગારી કળાના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક ઉદાહરણ છે, ભૂજમાં 18મી સદીનો બનેલ મહેલ આઈના મહેલ જેમાં કલાકાર જુમા ઈબ્રાહિમ દ્વારા નાગપંચમી અધ્વરી નામના 47 ફૂટ સ્કોલથી દોરવામાં આવેલ છે. આ સ્ટોલ પ્રારંભિક આરબ કેવેલિયર, આરબ સૈનિકો, બળદની જોડી દ્વારા દોરવામાં એક તોપ, કુંટુંબ દેવતાનો રથ અને ઊંટના સવારી સાથેના શાહી પર્વત સાથે પ્રારંભ થાય છે. સ્કોલની મધ્યમાં એક હાથી પર મહારાજા શ્રી પ્રગમજ બીજા છે. દરેક વ્યકિતની વંશીયતા તેમના પોષાકો દ્વારા રજૂ થાય છે.
 • 1870ની આજુબાજુ તેરાના દરબાર ગઢમાં રામાયણ આધારિત ચિત્રો, અંજારમાં એમ.સી. મુનરો મહેલમાં, લાલા મનુભાઈ રામૈયાના ઘરમાં તથા મુદ્રા ખાતે કાળુભાઈ વાઘેલાના ઘરમાં કામણગારી ચિત્રકળાના ઉત્કૃષ્ટ નમૂના મળે છે.
 • વાડાપધરની કુમાર શાળામાં કામણગારી ચિત્રકળા જોવા મળતી પરંતુ 2001 માં આવેલા ભૂકંપને કારણે તે નષ્ટ થઈ.
 • ખજૂરીની ડાળીમાંથી પેઈન્ટબ્રશ અને તેમાં વૃક્ષની છાલ, ફૂલો અને પથ્થરોમાંથી રંગો બનાવવામાં આવે છે. આ ચિત્રકળા મુખ્યત્વે ચૂનાના પથ્થર જ્યારે ભીનો હોય ત્યારે તેમના પર વિવિધ ચિત્રો ઉપસાવવામાં આવે છે.
 • ગુજરાતના કચ્છ જિલ્લામાં ભીંત ચિત્રો અને પોથી ચિત્રોની આ કારીગરીને કામણગારી શૈલી તરીકે ઓળખવામાં આવે છે.

ભાવનગરના ભીંતચિત્રો

 • ભાવનગરના ભીંતચિત્રો શિહોર નામના ગામમાંથી પ્રાપ્ત થયા છે.
 • વખતસિંહજી ઠાકોર ચિતળ પર ચઢાઈ કરીને જીત મેળવી આ યુદ્ધનું સમગ્ર વર્ણન રંગીન ચિત્રોવાળા ગંજીફા રૂપે 52 ખંડમાં ચિત્રિત કર્યું. જે હાલ ભાવનગરના ગાંધીસ્મૃતિ મ્યુઝિયમમાં સંગ્રહિત છે.
 • ભાવનગરના ભીંતચિત્રો ‘શલાટી’ શૈલીમાં ચિત્રિત કરવામાં આવ્યા છે જેમાં યુદ્ધના દ્રશ્યો અને પૌરાણિક ચિત્રોનો સમાવેશ થાય છે. શલાટી શૈલીના ભીંતચિત્રોમાં પુરુષોની પાઘડી, મૂંછ અને દાઢીમાં વિવિધતા જોવા મળે છે.

જામનગરના ભીંતચિત્રો

 • જામનગર ખાતેના મહેલની ભીંતો પર આ ભીંતચિત્રો જોવા મળે છે.
 • આ ભીંતચિત્રોની મુખ્ય વિષયવસ્તુ ‘ભૂચરમોરી’નું યુદ્ધ છે જેમાં ગુજરાતના સુલતાન મુઝફરશાહ ત્રીજા પર અકબરના સુબા મિરઝા અઝીઝ કોકાનું આક્રમણ થયું, મુઝફફરશાહ ત્રીજો ભાગીને જામનગરના રાજા જામ સતાજીને શરણે ગયો. જામ સતાજીએ તેણે બરડા ડુંગરમાં આશ્રય આપ્યો અને પોતે મીરઝા અઝીઝ કોકા સામે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ભૂચરમોરી ગામ ખાતે યુદ્ધ લડયા. જેથી આ યુદ્ધ ભૂચરમોરીના યુદ્ધ તરીકે ઓળખાય છે. જેમા જામ સતાજી શહીદ થયાં અને તેમની યાદમાં ‘શહીદવન’ બનાવવામાં આવ્યું છે. આ સમગ્ર યુદ્ધનું વર્ણન જામનગરના ભીંતચિત્રો પર જોવા મળે છે.

વડોદરાના ભીતચિત્રો

 • વડોદરા ભીંતચિત્રો પેશવાઈ શાસન દરમિયાન ચિત્રિત થયાં જેમાં મહારાષ્ટ્રીય પ્રભાવ જોવા મળે છે.
 • ભરૂચના જંબુસર પાસેના ગજેરા ગામની હવેલી પર આ શૈલીના ચિત્રો જોવા મળે છે.

પોથીચિત્રો

 • લોકજીવનમાંથી લુપ્ત થઈ ગયેલી પોથીચિત્રોની પરંપરા સોલંકી સમયથી શરૂ થઈ હતી. ગુજરાતમાં ચિત્રકલાનો આરંભ ગ્રંથચિત્રો અને ભીંતચિત્રોથી થાય છે. ગુજરાતના ગ્રંથચિત્રોનો ઉદ્દભવ રંગોળી કામથી થયેલ હોવાનું માનવામાં આવે છે.
 • સોલંકી સમયમાં ગ્રંથચિત્ર પદ્ધતિ રેખા અને રંગ વડે દોરવામાં આવતાં ચિત્રોની પદ્ધતિ છે. મધ્યકાળમાં ભીંતચિત્રોની પરંપરા લુપ્ત થઈ ત્યારે ગુજરાતમાં પોથીચિત્રોની શરૂઆત થઈ. પોથીચિત્રોની લાક્ષણિકતા દોઢ આંખવાળી આકૃતિ છે.
 • આ પદ્ધતિનાં ચિત્રો જૈન ગ્રંથોના ભંડારોમાં જોવા મળે છે. ઘણાં ચિત્રો ભોજપત્રો, તાલપત્ર અને કાગળની લાંબી પટ્ટીઓ પર ચિતરાયેલાં છે. જૈન ગ્રંથો ઉપરાંત ‘બાલગોપાલસ્તુતિ’, ‘ગીતગોવિંદ’, ‘દુર્ગાસપ્તસતી’, ‘રતિરહસ્ય’, ‘વસંતવિલાસ’ અને ‘ભાગવત્ દશમસ્કંધ’ માં દોરાયેલાં ચિત્રો આ શૈલી મુજબનાં છે.
 • સચિત્ર અને કલામંડિત પોથીઓ મંદિરો અને દેરાસરોમાં પણ જોવા મળે છે.
 • ચિત્રકારોએ તૈયાર કરેલી પોથીઓ મંદિર અને જૈન દેરાસરોમાં સાચવવામાં આવે છે. ગુજરાતના સંગ્રહસ્થાનોમાં અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ઈન્ડોલોજી ઈન્સ્ટિટ્યુટ, પાટણના જૈનગ્રંથ ભંડાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસાહિત્ય વિભાગમાં આવી સચિત્ર હસ્તપ્રતો સચવાયેલી છે.

કાચચિત્રો

 • સૌરાષ્ટ્ર કચ્છના માનવીના રોજિંદા વપરાશની ચીજો સુધી પહોંચેલી, માનવ મનની રસવૃત્તિને સંકોરતી કાચિત્રો (ગ્લાસ પેઈન્ટિંગ્સ)ની કલા પરંપરા લોકભરત, આલેખચિત્રો, કટાવકામ કે માટીના રમકડાંની જેમ આપણી મૂળ તળપદી લોકપરંપરા નથી.
 • આ કળા પ્રથમ ચીનમાં મોટા પ્રમાણમાં વિકાસ પામી. પછી ભારત, ઈરાન, ફ્રાંસ, ઈંગ્લેન્ડ, અને પૂર્વ તથા પશ્ચિમના દેશોમાં પ્રસાર પામી મુઘલ બાદશાહો, રાજસ્થાન-સૌરાષ્ટ્રના કલાપ્રેમી રાજવીઓ શ્રેષ્ઠિઓ, મંદિરોના મહંતોગાદીપતિઓના આશ્રયને કારણે સો-દોઢસો વર્ષ પૂર્વે ગુજરાતમાં કાયચિત્ર કલાનો વિકાસ થયેલો જોઈ શકાય છે.
 • 18 મી 19 મી સદીમાં કચ્છના શાહુકાર વેપારીઓ ચીન અને મહાચીન સાથે માતબર વેપાર ખેડતા.
 • વાણિજ્ય સંબંધ વધારવાથી તેમને આકર્ષક કલાકૃતિ ગણાતી ‘ગ્લાસ પેઈન્ટિંગ્સ’ કામની આવી ચીજો ભેટમાં મળતી.
 • આજથી સાં એક વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર કચ્છમાં કાચચિત્રોની કલાનો સરસ વિકાસ ઘયો હતો. આ કાચ ચિત્રકૃતિઓના વિવિધ પ્રકારના નમૂનાઓ સૌરાષ્ટ્રના નાના શહેરના અને મુખ્યત્વે ગામડાનાં મંદિરો, નવરાત્રીમાં રાસડે રમતી વખતે વર્તુળની વચમાં ગોઠવવામાં આવતી ગરબીમાં, કેટલાંક કાઠી દરબારોનાં કુટુંબોના કે રજવાડાનાં ઘરોમાં, હોટલોમાં, હેરકટિંગ સલૂનોમાં કે ઘરના કબાટો કે ફર્નિચરમાં જોવા મળતા.
 • કેટલાંક રાજવીઓને ત્યાંથી મળેલ ચિત્રોમાં યુરોપીય શૈલીની સ્પષ્ટ અસર વર્તાય છે, કાચ સહેલાઈથી તૂટીફૂટી જતો હોઈ આ ચિત્રકૃતિઓ મોટા પ્રમાણમાં નાશ પામી છે. આજે તો કાયચિત્રોની પરંપરા લોકજીવનમાંથી સાવ જ લુપ્ત થઈ ગઈ છે.
 • ચિત્રરૌલીનું કોઈ શાસ્ત્રીય પદ્ધતિએ વર્ગીકરણ થયું નથી. કાચસામાનનાં વેપારીઓ પોતાનાં વ્યવહારની સગવડ ખાતર એને “દેશી કલમ’ અને ‘બાદશાહી કલમ’ એમ બે વિભાગમાં વહેંચે છે.
 • ભાવનગરના મહારાજા જશવંતસિંહજીએ ચીની ચિત્રકાર પાસે પોતાના કાચચિત્રો તૈયાર કરાવી અમલદારોને ભેટ આપ્યાં હતા. એ પછી ભાવનગર રાજયમાં અને ગોહિલવાડમાં કાચચિત્રોનું ચલણ જાહેર જનતામાં ખૂબ લોકપ્રિય બન્યું.
 • કાઠી દરબારોનાં ઓરડાની માંડ માથે દેવ-દેવીઓ, રાજા-મહારાજાઓ, અંગ્રેજ અમલદારોનાં ચિત્રો શોભવા લાગ્યાં. મુસ્લિમ ઘરોમાં દુલદુલ, ફૂલગજરા, મક્કા-મદિનાનાં ચિત્રો આવ્યાં.
 • કલાકૃતિઓના વિષયવસ્તુમાં ઈરાનના શાહનો દરબાર, ઘોડેસવાર મુસ્લિમ સરદાર, બેગમ, બાજીરાવ પેશ્વાની પ્રેમિકા મસ્તાની એ બધાં ખૂબ સારી માવજત પામેલાં કાચચિત્રો છે. તેને લોકચિત્ર પ્રણાલીમાં મૂકી શકાય નહી.
 • સૌરાષ્ટ્ર કચ્છ કે પશ્ચિમ ભારતના અન્ય પ્રદેશોની માફક દક્ષિણ ભારતમાં પણ કાચનાં ચિત્રો જોવા મળે છે.
 • મૈસૂરના રાજદરબારમાં ટીપુ સુલતાનના સમયમાં કાચ પર ચિત્રો બનાવનાર એક ચીની ચિત્રકાર હતો તેમ કહેવાય છે. ત્યાંની ‘તાંજોર રીલી’ ની કાચ ચિત્ર કૃતિઓમાંની કેટલીક મદ્રાસ મ્યુઝિયમમાં સ્થાન પામી છે.

ઝુલુચિત્રો

 • બરડો, ગીર તથા હાલાર પંથકમાં વસતી મેર કોમની સ્ત્રીઓ ફળિયા અને ઓસરીઓમાં જુદી-જુદી ભૌમિતિક ભાતો અને રંગબેરંગી ફૂલવેલ વડે ચિત્રકામ કરે છે.
 • ચિત્રોમાં માટી, કંકુ, ચોખાનો ભુકો વગેરે ઉપયોગ કરી ડિઝાઈન બનાવવામાં આવે છે.
 • સફેદ, લાલ રંગનો ઉપયોગ કરી ઓરડા ફળિયામાં સાથિયો પાડવામાં આવે છે જેમાં ભૂરા રંગનો હાથી પણ જોવા મળે છે.

પીઠોરા ચિત્રકલા

 • પીઠોરા ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે. પીઠોરો એ છોટાઉદેપુરના રાઠવા કોમના આદિવાસીઓના દેવ છે. રાઠવા કોમના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોક જીવનની વિવિધ ઘટનાઓને રંગના માધ્યમથી રજૂ કરે છે.
 • પીઠોરા ચિત્રો વનવાસીઓની જીવન વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે તેમજ આ જ ચિત્રોને આલેખવાનું મુખ્ય કારણ ખેતીવાડીમાં વિકાસ, ઢોરઢાંખરની સુખાકારી તેમજ કુંવારી કન્યાઓનું માંગલ્ય સારુ રહે એ છે. પીઠોરાના ભીંતચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવોનું છે.
 • પીઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે. પીઠોરા ચિત્રોમાં મુખ્યત્વે સફેદ, લાલ, પોપટી, લીલો, ભૂરો અને કાળો કણ કરી ચિત્રમાં રંગ પુરવામાં આવે છે.
 • પીઠોરાનું ચિત્રકામ કરવા કુશળ અને અનુભવીને ‘લખારા’ ને બોલાવવામાં આવે છે. આ લખારા ‘ચિતારા’ ના નામે ઓળખાય છે. આ લખારા બારણાંની જમણી બાજુની દીવાલથી દોરવાનું ચાલુ કરે છે અને સૌપ્રથમ ગણેશજીનો ઘોડો ચીતરે છે. આદિવાસી ભાષામાં તેને ‘પીઠોરાના ઘોડા લખાવવા’ થી ઓળખવામાં આવે છે. આ ચિત્રોમાં સૌથી ઉપરની હારમાં સૂર્ય અને ચંદ્ર હોય છે. જ્યારે પહેલી અને બીજી હારમાં ઘોડાના ચિત્રો હોય છે.
 • પીઠોરા ચિત્રકળાના નિપુણ મલાજા ગામના માનસિંહને ભારત સરકારનો હસ્તકલા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
 • પીઠોરાની ચિત્રકળા સાથે ગાયન, વાદન અને નર્તન અર્થાતુ લોકનૃત્યો પણ મળે છે.

વારલી ચિત્રકલા

 • વારલી ચિત્રકલા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા ‘સઈ’ જાતિના લોકો દ્વારા દોરવામાં આવે છે જે મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફાચિત્રો સાથે મળતા આવે છે.
 • વારલી ચિત્રો મુખ્યત્વે ડાંગ જિલ્લાના આદિવાસીઓ દોરે છે. ચિત્રકલામાં લગ્નપ્રસંગ, મચ્છીમારી, શિકાર, ખેતી, વૃક્ષો, નૃત્યો વગેરેના ચિત્રો દોરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ત્રિકોણનો ઉપયોગ કરવામાં આવે છે.
 • આ ચિત્રો દીવાલ પર ગેરૂ અને સફેદ (ચોખાનો ભૂકો કરી સફેદ રંગ બનાવાય છે.) રંગનો ઉપયોગ કરી દોરવામાં આવે છે.
 • વારલી ચિત્રો ધાર્મિક પ્રસંગોની ઉજવણી રૂપે તૈયાર કરવામાં આવે છે.
 • દક્ષિણ ગુજરાતના સીમાંત પ્રદેશો ઉમરગામ, ધરમપુર, અને ડાંગમાં વસતા વારલી અને ફૂંકણા લોકોનાં ‘પચવી’ ના ચિત્રો વારલી ચિત્રકલાના નામે વિશ્વવિખ્યાત બન્યાં છે. ‘પચવી’ નો અર્થ થાય છે નાગપંચમીના અવસર ઉપર દોરવામાં આવતી ભીંત ઉપરની ચિત્રકલા.
 • મહારાષ્ટ્રની ‘માશે’ કોમ આ ચિત્રકળા માટે જાણીતી છે. મહારાષ્ટ્રના જાણીતા વ્યકિત જીવ્યા સોમા હશે કે જેઓ વારલી ચિત્રકળાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગયા. તેમનું હાલમાં જ મૃત્યુ થયું જેમને પદ્મશ્રી પણ એનાયત કરવામાં આવ્યો.

પિછવાઈ

 • પિછવાઈ’ એક સંસ્કૃત શબ્દ છે. ‘પિછ’ એટલે પાછળ જ્યારે ‘વાઈ’ એટલે લટકવું તેવો થાય છે. એટલે સામાન્ય અર્થમાં પાછળ લટકતું કોઈ ચિત્ર.
 • આ ચિત્રકળાનો સંબંધ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલો છે. ખાસ કરીને ભગવાન શ્રીકૃષ્ણના મંદિરની પાછળ કાપડ પર દોરવામાં આવતું લટકતું ચિત્ર. જે મહદંશે ભગવાનના પાછળના ભાગમાં રાખવામાં આવતું હોય છે.
 • પિછવાઈ આજે મંદિરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના હરિભકતોના ઘરે પણ આવાં ચિત્રો જોવા મળે છે. આ ચિત્રમાં ભગવાન કૃષ્ણની બાળપણની વિશેષ લીલાઓનું વર્ણન ખાસ કરવામાં આવેલ છે. જેમાં ગોકુળમાં ભગવાન કૃષ્ણએ ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ઊઠાવ્યો તેના વિશેષ ચિત્રો છે.
 • મધ્યકાળ દરમિયાન ભારતમાં વલભાચાર્યએ વૈષ્ણવ સંપ્રદાયનો પાયો નાંખ્યો અને તેમણે 64 બેઠકો ભારતમાં બનાવી. જેમાં ગુજરાતમાં જ્યાં બેઠક આવેલી છે ત્યાં પિચ્છવાઈ ચિત્રકળાના ઉદાહરણો મળે છે. કૃષ્ણનું ગાયો સાથેનું, ગોપી સાથેની રાસલીલા, નાગ દમણ વગેરે વિશેષ છે.
 • ભારતમાં પિછવાઈ ચિત્રકળાનું મુખ્ય સ્થાન રાજસ્થાનના નાથદ્વારાને ગણવામાં આવે છે.
 • શિવજી રામમાળી, મોહનલાલ શર્મા એ પિછવાઈ ચિત્રકળા સાથે સંકળાયેલા છે.
 • આ કળાને જીવંત રાખવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે.

રોગનશૈલી

 • રોગન શબ્દ મૂળ ફારસી ભાષાનો છે. જેનો મૂળ અર્થ વાર્નિશ કે તૈલી તેવો થાય છે. તેલ આધારિત ચિત્રને કાપડ પર લગાવવાની પ્રક્રિયા પાકિસ્તાનમાંથી આવેલા મુસ્લિમ પ્રજા ભારતમાં લાવ્યા.
 • રોગનુ શૈલીમાં વપરાતા રંગને એરંડિયાના તેલમાં બે દિવસ ઉકાળ્યા બાદ, વનસ્પતિજન્ય (રંજક તત્વો) ઉમેરી, ઘટ્ટ અને ચમકદાર બન્યા પછી, કપડા પર પ્રિન્ટ માટે વપરાતા ધાતુના બ્લોકનો ઉપયોગ છાપણીમાં મૂકવામાં આવે છે.
 • આ શૈલીમાં ધાતુ બ્લોક સિવાય ફ્રી હેન્ડ (મુકત હસ્ત) શૈલી પણ જાણીતી છે. મોટાભાગે અડધું ચિત્ર ફ્રી હેન્ડથી બનાવી કપડાની ગડી કરીને બાકીના અડધા ભાગ પર તેની છાપ લેવામાં આવે છે.
 • રોગનશૈલીમાં મોટેભાગે ફૂલ, વેલા, પશુઓ અને સ્થાનિક લોકકલાનો વિષય લેવાય છે.
 • ભારતમાં ખાસ કરીને કચ્છ વિસ્તારમાં રોગનશૈલીનો વિસ્તૃત સંશોધન થયું છે. કાપડ પર બનાવાતી વિવિધ ભરતકામની કળાને લગ્નના પોષાક કે ઘર વપરાશી કાપડની ચીજવસ્તુઓ પર આધારિત હતી.
 • કચ્છના ખત્રી મુસ્લિમ પરિવાર રોગન ચિત્રકળાને સંરક્ષણ આપી રહ્યા છે. ઈ.સ. 2014 માં પ્રધાનમંત્રી દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક હુસેન ઓબામાને રોગન ચિત્રકળા ભેટમાં આપેલી.
 • ઈ.સ. 2019 માં રોગાન કળા બદલ કચ્છના વતની અબ્દુલગફુર ખત્રીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

 

Leave a Comment