ગુજરાતના સત્યાગ્રહ Gujarat Na Satyagraha

Join Whatsapp Group Join Now

ગુજરાતના સત્યાગ્રહ Gujarat Na Satyagraha : ગુજરાતમા થયેલ સત્યાગ્રહો ખેડા સત્યાગ્રહ, મિલમજૂર સત્યાગ્રહ, અસહકાર આંદોલન અને બોરસદ સત્યાગ્રહ વિશે માહીતી મેળવીશું.

ખેડા સત્યાગ્રહ (1918)

 • ઇ.સ. 1917માં અતિવૃષ્ટિને કારણે ખેડા જિલ્લામાં ચોમાસું-પાક ધોવાઈ ગયો ! બ્રિટિશ કાયદા અનુસાર જો 6 આની (50% કરતાં પાક ઓછો હોય, તો અડધું મહેસૂલા મુલતવી રાખવું પરંતુ સરકારી અમલદારો તે માટે રાજી ન હતા.
 • આથી કઠલાલ ગામના શ્રી મોહનલાલ પંડ્યા (ડુંગળીચોર), શંકરલાલ પરીખ વગેરે આગેવાનોએ ખેડૂતો પાસે અરજી કરાવી.
 • ચંપારણમાં સફળ સત્યાગ્રહ કરીને પાછા ફરેલા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને સાથે રાખીને 1918માં ખેડા સત્યાગ્રહ’ શરૂ કર્યો અને મહેસૂલ ન ભરવા ખેડૂતો પાસે પ્રતિજ્ઞા લેવડાવી.
 • ગાંધીજીએ સરકારે જપ્ત કરેલા એક ખેતરમાંથી ડુંગળીનો પાક લાવવાનું કામ મોહનલાલને સોંપ્યું. સાથીઓની મદદથી મોહનલાલ ગળી ચોરી લાવતા ગાંધીજીએ મજાકમાં તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. મોહનલાલને સરકારે 15 દિવસની સજા કરી.
 • સત્યાગ્રહ સમયે લોકોની હિંમત ખૂલી જાગૃતિ આવી અને નીડરતા કેળવાઈ, વલ્લભભાઈ જેવા નેતા ગુજરાતને સાંપડ્યા.

મિલમજૂર સત્યાગ્રહ (1918)

 • પ્રથમ વિશ્વયુદ્ધમાં કાપડની માંગ વધતાં ગુજરાતની કાપડ મિલોએ મિલમજૂરોને પગાર ઉપરાંત પગારનાં 50% ભથ્થુ આપ્યું હતું.
 • યુદ્ધ પૂરું થયા બાદ મિલમાલિકોએ ભથ્થુ આપવાનો ઇનકાર કર્યો.
 • મોંઘવારી ઘટી ન હોવાથી મિલમજૂએ પગારવધા ચાલુ રાખવાની માંગ કરી.
 • ગાંધીજીએ પણ મિલમજૂરોનું સમર્થન કર્યું તથા મિલમજૂરોએ 21 દિવસની હડતાળ પાડી
 • ગાંધીજીએ પણ ઉપવાસ ચાલુ કરી દેતા અંબાલાલ સારાભાઈ અને અન્ય મિલમાલિકોએ ૩5% પગારવધારો કરી આપવાની ભલામણ કરી જેને મિલમજૂરોએ સહર્ષ સ્વીકારતા આ સત્યાગ્રહનો સુખદ અંત આવ્યો.
 • અંબાલાલ સારાભાઈનાં બહેન અનસૂયા સારાભાઈ મિલમજૂરો તરફથી સત્યાગ્રહમાં જોડાયાં હતાં.
 • ઇ.સ. 1920માં ગાંધીજીની પ્રેરણાથી અમદાવાદમાં મજૂર મહાજનનું નિર્માણ થયું.

અસહકારનું આંદોલન (1920-22)

 • રોલેટ એક્ટ, જલિયાંવાલા બાગ અને મોર્લે-મિન્ટો સુધારા (અને પ્રથમ વિશ્વયુદ્ધનો અંત)ની ભૂમિકામાં ગાંધીજીએ 1920માં “અસહકારનું આંદોલન” શરૂ કર્યું.
 • આ આંદોલન દરમિયાન અમદાવાદની ગુજરાત કોલેજના સંખ્યાબંધ વિધાર્થીઓએ કોલેજ છોડી.
 • અમદાવાદમાં ઇન્કમટેક્ષ સર્કલ પાસે આશ્રમ રોડ પર ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણ આપતી ગૂજરાત વિધાપીઠ શરૂ કરી; જેમાં કાકાસાહેબ કાલેલકર અધ્યાપક તરીકે જોડાયા.
 • હજારો વિધાર્થીઓ સરકારી શાળા-કોલેજોનો બહિષ્કાર કરી, રાષ્ટ્રીય શિક્ષણ આપતી શાળા-કોલેજોમાં જોડાયાં. વકીલોએ સરકારી અદાલતોનો બહિષ્કાર કર્યો.
 • 17મી નવેમ્બર, 1921ના રોજ પ્રિન્સ ઓફ વેલ્સના ભારતમાં થયેલા આગમનના વિરોધમાં ગુજરાતના મોટા ભાગનાં શહેરોમાં જોરદાર હડતાળ પડી.
 • ગાંધીજીએ અસહકારના આંદોલનને જનતા તરફ્ટી મળેલા અભૂતપૂર્વ સહકાર બાદ ઈ.સ. 1922માં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ કરવાનું નક્કી કર્યું.
 • આ આંદોલન શરૂ કરવા માટે સૌ પ્રથમ બારડોલી તાલુકાની પસંદગી કરવામાં આવેલા હતી.
 • ફેબ્રુઆરી-1922માં ઉત્તર પ્રદેશના ચીરાચોરી ખાતે થયેલા હત્યાકાંડને લીધે ગાંધીજી વ્યથિત થયા અને આ આંદોલન પાછું ખેંચ્યું.
 • આ આંદોલનને ગાંધીજીએ પોતાની પહાડ જેવી મોટી ભૂલ ગણાવી.

બોરસદ સત્યાગ્રહ (1923) હૈડિયા વેરા સામે સત્યાગ્રહ)

 • બોરસદ તાલુકામાં બહારવટિયાઓનો ત્રાસ ખૂબ વધી ગયો હતો અને પોલીસ તેમને પકડી શકતી નહોતી, પરિણામે અંગ્રેજ સરકારે તેમને પકડવા1 વર્ષ માટે વધારાની પોલીસ રાખવાનું ઠરાવ્યું, પરંતુ તેના નિભાવખર્ચના રૂપિયા અઢી લાખ બોરસદ તાલુકાનાં બધાં ગામો અને આણંદ તાલુકાનાં કેટલાંક ગામો પાસેથી વસૂલ કરવાનું સરકારે માન બહાર પાડ્યું.
 • જેમાં બોરસદ તાલુકાની દરેક વ્યક્તિ પર રૂપિયા 2.5 કર વધી જતો હતો.
 • આથી ઉંમરલાયક દરેક સ્ત્રી-પુરુષ પાસેથી માથાદીઠ અઢી રૂપિયાનો વેરો પ્રજાએ આપવાનો હતો.
 • આથી આ અન્યાયી કર ન ભરવાની વલ્લભભાઈ પટેલની સૂચનાથી મોહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજે ઠરાવ કર્યો.
 • વલ્લભભાઈએ પોતાના પ્રવચનોમાં સરકારની આકરી ટીકા કરી. આખરે સરકારને નમતું જોખવું પડ્યું અને મુંબઈ પ્રાંતના ગૃહમંત્રીએ 8 જાન્યુ, 1924ના રોજ તે વેરો રદ કરવો પડ્યો.
 • આમ, બોરસદ સત્યાગ્રહમાં ખેડૂતોનો વિજય થયો.
 • આ સત્યાગ્રહમાં રવિશંકર મહારાજે કેટલાક બહારવટિયાઓને સુધારી અહિંસાના રસ્તે વાળ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કવેશ્ચંદ મેઘાણીએ રવિશંકર મહારાજના જીવન ઉપર લખેલા પુસ્તક “માણસાઈના દીવામાં કરેલ છે.
 • આ સત્યાગ્રહમાં ઢસાના રાજવી દરબાર ગોપાળદાસનો કાળો હતો.

Leave a Comment