સરકારશ્રીની આરોગ્યલક્ષી સેવાઓ

Join Whatsapp Group Join Now

ડાયલ ૧૦૮ કરો અને પવનવેગે એબ્યુલન્સ સેવામાં હાજર ! ‘ચિરંજીવી ભવ’ ના આશીર્વાદ સાથે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ થાય અને બાળકના ૨ડવાના અવાજથી હૈયા હરખાય. સ્કૂલે જતાં બાળકોની નિષ્ણાત દ્વારા પગથી માથા સુધીની શારીરિક તપાસ થાય અને તેમાં કોઇ રોગ પકડાઇ આવે તો સારવાર અને ઓપરેશન વિનામૂલ્ય કરી દેવામાં આવે !!! આવાં આવાં સુખદ આશ્ચર્યો વચ્ચે સરકારશ્રીની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ છે, જેમાંની કેટલીક વિષે ટૂંકમાં જાણકારી મેળવીએ.

૧૦૮ એમ્બુલન્સ

૧૦૮ એમ્બુલન્સ કઈ રીતે બોલાવવી ?

 • પ્રથમ ૧૦૮ નંબર ડાયલ કરો
 • સામેથી પ્રત્યુત્તર મળ્યા બાદ, તમને ફોન કરનારને) કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે, જેવા કે દર્દીનું નામ, માંદગી, તમારો મોબાઇલ નંબર અને સરનામું,
 • ત્યારબાદ તે વ્યક્તિ તમારો મોબાઇલ નંબર જે તે વિસ્તારની ૧૦૮ સાથે કનેક્ટ કરશે.
 • તમે આપેલ સરનામા પ્રમાણે ૧૦૮ કયારે પહોંચશે તેની ઉપલબ્ધિ પ્રમાણે સમય આપશે અને સૂચનાઓ આપશે તેનું પાલન કરવું.

૧૦૮ કયારે બોલાવવી ?

મેડિકલ ઇમરજન્સી : માર્ગ અકસ્માત, સગર્ભા મહિલા નવજાત બાળસંભાળ, હૃદયની તકલીફ, શ્વાસની તકલીફ, આત્મહત્યા, ઝેર પીવું, સર્પદંશ, દાઝી જવું, ડાયાબિટીસ, તાવ, ચેપ, ડૂબવું, વીજપ્રવાહથી અકસ્માત, બેભાનાવસ્થા, વાઈ.

પોલીસ ઇમરજન્સી : ગુનો, ચોરી, મારામારી, લૂંટફાટ, શારીરિક ગુના.

આગસંબંધી ઇમરજન્સી : દાઝી જવું, સ્થાનિક આગ લાગવી, ઔધોગિક આગની દુર્ઘટના.

શાળા આરોગ્ય સેવા / કાર્યક્રમ (સ્કૂલ હેલ્થ ચેકઅપ)

આ સેવા ૧૯૯૭ થી શરૂ કરેલ છે. દર વર્ષે તેનો લાભ અપાય છે. શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારી તથા પ્રાઇવેટ બન્ને શાળાઓને આ સેવામાં  આવરી લેવામાં આવે છે.

શાળા આરોગ્ય સેવામાં કોને લાભ મળી શકે ?

 • નવજાત શિશુથી ૬ વર્ષ સુધીનાં બાળકો આંગણવાડીનાં બાળકો).
 • ૧ થી ૧૨ ધોરણ સુધીનાં – ૧૮ વર્ષ સુધીનાં બાળકો.
 • સ્કૂલે ન જતાં હોય તેવાં ૧૪ વર્ષની ઉંમર સુધીનાં બાળકો.
 • અન્ય બાળસંભાળ અને શિક્ષણ આપતી સંસ્થાઓ જેવી કે, મદરેસા, આશ્રમમાં રહેતાં બાળકો.

આ યોજના હેઠળ થતા લાભોને ‘‘૪ડી” હેઠળ આવરી લેવામાં આવે છે.

  • ડીસીઝ : રોગ
  • ડીફેકટ : ખોડખાંપણ
  • ડેફિસિઅન્સી : પોષક તત્ત્વોની ખામી
  • ડીસએબિલિટીઃ પંગુતા.

શાળા આરોગ્ય સેવામાં કેવી રીતે આરોગ્ય સારવાર મળે?

 • સ્ક્રિનિંગ : ઉપર જણાવેલ તમામ લાભાર્થી બાળકોની તપાસ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવે છે. જરૂરિયાતમંદ તથા બીમાર બાળકોને નિદાન તથા પ્રાથમિક સારવાર સ્થળ ઉપર જ આપવામાં આવે છે.
 • વધુ જરૂરિયાતવાળાં બાળકોને દર્દીઓને નિષ્ણાત બાળકોના ડૉકટર પાસે, અથવા નજીકની સરકારી હોસ્પિટલે તપાસ કરવા માટે સેવાસંદર્ભ કાર્ડ (હેલ્થ કાર્ડ રેફરલ કાર્ડ) ભરીને મોકલવામાં આવે છે.
 • ગંભીર રોગો જેવા કે : હૃદયની બીમારી, કેન્સર, કિડનીની બીમારી, જન્મજાત બહેરાશ, મગજની બીમારી કે અન્ય બીમારીમાં જે તે સ્પેશિયલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે, જેમ કે,
  હૃદય માટે – યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ
  કેન્સર માટે – એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ, અમદાવાદ
  કિડની માટે – આઇ.કે.ડી.હોસ્પિટલ, અમદાવાદઆ પ્રકારની સેવાઓ-સારવાર વિનામૂલ્ય કોઇપણ જાતની આવકની મર્યાદા વગર પૂરી પાડવામાં આવે છે.

  આ ઉપરાંત ફી ચમાં, મૂક-બધિર બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ, કિડની, લિવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધાનો પણ સમાવેશ છે. આવી સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલના જેતે વિભાગમાં આપવામાં આવે છે.

ચિરંજીવી યોજના

ડીસેમ્બરમાં ૨૦૦૫ થી શરૂ થયેલ છે. આ યોજના એટલે કે ખરેખર સરકારશ્રી દ્વારા “ચિરંજીવી ભવ” ના આશીર્વાદ.

ચિરંજીવી યોજનાના લાભાર્થી કોણ ?

 • દરેક બીપીએલ કાર્ડધારક સગર્ભા મહિલા.
 • આયકર ન ભરતા હોય તેવા એપીએલ કાર્ડધારક રસગર્ભા.

આ યોજનાના ફોર્મ જે તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતાં હોય છે. અને આંગણવાડી આશા વર્કરો આ ફોર્મ ભરી આપે છે, જેની ચકાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર કરે છે.

આ યોજનાનો હેતુ – હોમ ડિલિવરી એટલે ઘરે થતી સુવાવડોનો દર ઘટાડી માતા અને બાળકોમાં થતા મૃત્યુઆંકમાં ઘટાડો કરવાનો છે. સગર્ભા મહિલા દરેક પ્રસૂતિ હોસ્પિટલમાં જ કરાવે એ હેતુ છે.

ટૂંકમાં હોસ્પિટલમાં પ્રસૂતિ = સલામત પ્રસૂતિ એટલે કે સ્વસ્થ માતા અને સ્વસ્થ બાળકનો જન્મ.

સુવિધા આપતી હોસ્પિટલો

દરેક સરકારી હોસ્પિટલ તથા જે ખાનગી પ્રસૂતિગૃહ તથા હોસ્પિટલોએ સરકાર સાથે કરાર દ્વારા ચિરંજીવી યોજનામાં જોડાણ કરેલ હોય (પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપ) તે.

ચિરંજીવી યોજનામાં મળતા લાભો

 1. સગર્ભા મહિલાને પ્રસુતિ પહેલા ફી ચેકઅપ કરી આપવામાં આવે છે.
 2. પ્રસૂતિ જો સામાન્ય રીતે થાય તો ૪૮ કલાક હોસ્પિટલમાં ફી દાખલ રાખવામાં આવે છે. તથા રહેવા અને જમવાનું મત હોય છે.
 3. જો પ્રસૂતિ ઓપરેશન વડે થાય તો ૭ દિવસ સુધી રહેવા-જમવાનું તેમજ ઓપરેશન-દવા મફતમાં આપવામાં આવે છે.

રાષ્ટ્રીય સ્વાથ્ય વીમા યોજના

આ યોજનામાં દરેક બીપીએલ કાર્ડધારક અને રાષ્ટ્રીય સ્વાથ્ય વીમા યોજના કાર્ડ આપવામાં આવે છે, જેના દરેક કાર્ડધારકના કુટુંબ (૪-૫ સભ્યો) ને ૩૦,૦૦૦ – મેડિકલ ઇન્સ્ટોરન્સના મળે છે. જે દર વર્ષે ફરીથી રીન્યુ થાય છે. આખા વર્ષ દરમ્યાન કુટુંબના સભ્યો રૂા. ૩૦,૦૦૦ સુધીની મેડિકલ અથવા સર્જિકલ સારવાર એટલે કે ઓપરેશનનો લાભ મેળવી શકે છે. આ યોજનાનો લાભ દરેક જિલ્લામાં, તાલુકામાં, સરકારી હોસ્પિટલ અને કરાર વડે સરકારશ્રી સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં મળે છે.

મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજના

વરદાનરૂપી વાત્સલ્ય… લાગણીસભર સ્પર્શ સાથે વધુ એક કદમ… !!! ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ ૨૦૧૪-૧૫ માં આ યોજના લાગુ કરેલ છે. જેમાં દરેક બીપીએલ કાર્ડધારક ઉપરાંત જેની વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦ થી ઓછી હોય તેવા પરિવારને (મહત્તમ કુટુંબના પાંચ વ્યકિત સુધી) રૂા. ૨,૦૦,૦૦૦ (બે લાખ) સુધીની ગુણવત્તાસનર મફત તબીબી સહાય આપવામાં આવે છે. જેમાં નીચેની સેવાઓનો સમાવેશ થાય છે :

મુખ્યમંત્રી અમૃતમ્ યોજના અંતર્ગત સાત પ્રકારની સુપર સ્પેશિયાલિટી સેવાઓ

બર્ન્સ (દાઝી ગયેલાં દર્દીઓ), કેન્સરના રોગો, હૃદયનાં ગંભીર રોગો, ગંભીર ઇજાઓ (પોલીટ્રોમા), મગજ તથા કરોડરજજુના રોગો, નવજાત શિશુના ગંભીર રોગો.

 • કુલ ૫૪૪ જેટલી ઉત્તમ પ્રકારની તબીબી સારવાર રાજ્યભરમાં માન્યતા પ્રાપ્ત કરેલ ૬૦ ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં પ્રાપ્ત કરી શકાય છે.
 • ‘મા’ વાત્સલ્ય કાર્ડ જિલ્લા-તાલુકા કક્ષાએ સ્થાપિત કરેલાં સ્થળો પરથી જરૂરી પૂરાવાઓ સાથે પ્રાપ્ત કરી શકાશે.
 • જેની વેબસાઇટ પણ છે : www.magujarat.com

Leave a Comment