પ્રથમ ગોળમેજી પરિષદ અને બીજી ગોળમેજી પરીષદ

Join Whatsapp Group Join Now

ભારતનો ઇતિહાસ : પ્રથમ ગોળમેજી પરિષદ અને બીજી ગોળમેજી પરીષદ

પ્રથમ ગોળમેજી પરિષદ :

 • 12 નવેમ્બર 1930 થી 13 જાન્યુઆરી 1931 સમયગાળામાં 31 દિવસની બેઠકોનું સંમેલન લંડનમાં ભરાયું જે પ્રથમ ગોળમેજી પરિષદ તરીકે ઓળખાય છે .
 • પ્રથમવાર બ્રિટીશ સરકારે ભારતીયોને આ સંમેલનમાં સરખો દરજજો આપવામાં આવ્યો હતો.
 • આ પરિષદમાં કુલ 89 સભ્યોએ ભાગ લીધો હતો જેમા બ્રિટીસ પક્ષના 16, દેશી રજવાડાઓના 16, તથા બ્રિટીશ હિંદના 57 સભ્યો હતા. કૉંગેસે તેનો બહિષ્કાર કર્યો.
 • પ્રથમ ગોળમેજી પરિષદનું ઉદઘાટન બ્રિટનના રાજા જ્યોર્જ પાચમાંએ કર્યુ હતું. અને અધ્ય્ક્ષતા (પ્રમુખ) રામસે મેકડોનાલ્ડે કરી હતી.
 • આ પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતાઓ :- તેજબહાદુર સુપ્ર, શ્રી નિવાસ શાસ્ત્રી, મોહમંદ અલી જિન્હા, મુહમ્મદ સફી, આગા ખાના, ફઝલુલ હક , હમી મોદી, એમ.અર.જયકર, મુંજે, ડૉ.ભીમરાવ આંબેડ્કર, સુંદરસિંહ મજેઠીયા હતા.

બીજી ગોળમેજી પરિષદ :

 • 7 સપ્ટેમ્બર 1931 થી 1 ડિસેમ્બર 1931 સુધી લંડનમાં બીજી ગોળમેજી પરિષદ ચાલી હતી.
 • બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એક માત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ ભાગ લીધો હતો.
 • વિન્સ્ટન ચર્ચિલે બ્રિટીશ સરકારની નિંદા કરતા કહ્યું કે “દેશદ્રોહી અર્ધનંગા ફકીર (ગાંધીજી)ને સરખો દરજ્જો આપવાની ભૂલ કરી રહી છે. ”
 • રેમેસ મેકડોનાલ્ડ બ્રિટનના વડાપ્રધાન બની ગયા હતા તથા સૈમ્યુઅલ હોર ભારતના વાઇસરોય હતા.
 • આંબેડકરે દલિતો માટે અનામત સીટોની મંગણી કરી, ગાંધીજીએ તેનો વિરોધ કર્યો.
 • સાંપ્રદાયિક મુદ્દાઓને લીધે પરિષદ 1 ડિસેમ્બર 1931 ના રોજ સમાપ્ત કરી દીધી.
 • બીજી ગોળમેજી પરીષદમાં મદનમોહન માલવીયા તથા એની બેસન્ટે પોતાના ખર્ચે ભાગ લીધો.
 • પરિષદમાં જ ફ્રેંક મોરેસે પણ ગાંધીજીને ‘અર્ધ નંંગા ફકીર’ તરીકે સંબોધન કર્યુ.
 • ગાંધીજી જ્યારે આ પરિષદમાં ભાગ લેવા માટે ગયા ત્યારે સ્વ. ઝવેરચંદ મેઘાણી એ તેમની મનોવેદના રજુ કરતુંં ગીત રચ્યુ. “છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ”
 • ૨૮ ડિસેમ્બર, ૧૯૩૧ ના રોજ ગાંધીજી ખલી હથે મુંબઇ પાછા આવ્યા.
 • ભારતમાં આવીને ગાંધીજી વેલિંગ્ટન (વાઇસરોય) ને મળ્યાઅને આ પરિષદને ગાંધી ઇરવીન કરારનો ભંગ ગણાવ્યુ.

FAQ

Q – બીજી ગોળમેજી પરિષદ નો સમય જણાવો ?

Ans – 7 સપ્ટેમ્બર 1931 થી 1 ડિસેમ્બર 1931 સુધી લંડનમાં બીજી ગોળમેજી પરિષદ ચાલી હતી.

Leave a Comment