અલંકાર એટલે શું? । અલંકાર ના પ્રકાર અને ઉદાહરણ

Join Whatsapp Group Join Now

અલંકાર એટલે ઘરેણાં-આભૂષણ , આભૂષણની સજાવટ શોભા અર્પે છે. ભાષામાં વાણીને સજાવટ કરવાવાળા શોભાવાળો રૂપને ‘અલંકાર’ કહે છે. ભાષાનું કામ શું? મનના ભાવ કે વિચારને પ્રગટ કરવાનું કર્મ ભાષાનું છે, પરંતુ ભાવ કે વિચારને અસરકારક અને આકર્ષક રીતે પ્રગટ કરવા ભાષા કે વાણીને સજાવટ કરવામાં તેને શણગારવામાં તેને મનોહર બનાવવામાં જે રૂપ અર્પવામાં આવે તે ‘અલંકાર’ બને છે, અલંકારનો ઉપયોગ કવિતામાં થાય છે , પરંતુ તેનો ઉપયોગ ગઘનિરૂપણમાં પણ થાય છે. રસયુક્ત વાક્યને કાવ્ય કહે છે, પછી તે પદ્યપંક્તિ હોય કે ગદ્યકથન હોય.

  • અલંકાર ભાષાને ચિત્તહર-મનહર, સરસ અને સચોટ બનાવે છે.
  • અલંકારના પ્રકાર : બે પ્રકાર : (1) શબ્દાલંકાર (2) અર્થાલંકાર
  1. શબ્દાલંકાર : જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહે છે. શબ્દાલંકારમાં શબ્દોની ખૂબીની ચાવી તે તેના શબ્દો છે.
    દા.ત. : ‘કૂંચી કરાવું કરુણાનંદ કેરી’માં શબ્દોની ખૂબી છે ને બદલે ‘ચાવી બનાવું કરુણાનંદ’ની અર્થયુક્ત શબ્દ બદલવાથી શબ્દ ચમત્કૃતિ નાશ પામે છે.
  2. અર્થાલંંકાર : જે અલંકાર દ્વારા અર્થને ચમત્કૃતિભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને અર્થાલંકાર કહે છે.
    દા.ત. : ચાંદનીના ઢગલા જેવું હરણનું બચ્ચું રૂપની. સાંકળે બાંધેલું હતું.
  • આ વાક્યમાં કાનને મધુર લાગે તેવો અક્ષર કે શબ્દ નથી. પણ હરણના બચ્ચાને ચાંદનીના ઢગલા સાથે સરખાવવામાં આવ્યું છે. તેથી અર્થ સચોટ અને સુંદર બન્યો છે. હરણના બચ્ચાની સુંદરતાની સચોટ છાપ આપણા મન પર પડે છે. અર્થને સુંદર સચોટ બનાવનાર અલંકારને અર્થાલંકાર કહે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો :

અલંકારનો અભ્યાસ કરતાં પહેલાં નીચેની બાબતોનો અભ્યાસ જરૂરી છે:

Leave a Comment